મંદિર નિર્માણ ઈતિહાસ

મંદિર નિર્માણ ઈતિહાસ
         મંદિર એટલે આસ્થા અને અધ્યાત્મનું સંગમસ્થાન. હિંદુ ધર્મ અને સનાતન સંસ્કૃતિના પ્રતિક સમા મંદિરોએ હજારો વર્ષો પૂર્વેથી લઈને અદ્યાપિ પર્યંત અડીખમ રીતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે અને એના પરિણામે જ આજે હિંદુ ધર્મ અને વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક કલાત્મક મંદિરો રૂપી સમૃદ્ધ ધરોહર સચવાયેલી છે અને આ ધરોહાર માનું એક અમુલ્ય ઘરેણું એટલે “શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ.”

         શ્રી સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર ધામના મહાન વિરલ વિભૂતિ સંત એટલે કોઠારી પ.પૂ.સદ શ્રી હરિજીવનદાસજી સ્વામીના શિષ્ય અને આપણા સૌ કોઈના ગુરૂજી એવા પ.પુ.સદ્.શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી અને પ.પુ.શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી. આ બંને જોગીની જોડી તા. ૨૫/૫/૧૯૮૮ ને બુધવારના શુભ દિને સુરત નગરીમાં વરાછા વિસ્તારમાં પધાર્યા અને એક ઝુંપડીને પોતાનું આશ્રય સ્થાન બનાવીને રહયા. ટકે ઠાકોર જમાડવાની અનુકુળ થાય તો હરી કૃપા ને ન થાય તો હરી ઈચ્છા એવી સર્વોચ્ચ સમજણ થી આમ ને આમ એક વર્ષ ભજન ભક્તિમાં વિતાવ્યુ. પણ સંતોના દરિયા દિલ ભાવના ને લઇ, વરાછા વિસ્તારમાં કલાકુંજ ખાતે ભજન ભક્તિની અખંડ ધૂણી ધાખાવવાના અને જીવોના કલ્યાણ કરવાના આશયથી ભવ્ય અને નયનરમ્ય કલા કોતરણી યુક્ત શિખરબધ્ધ મંદિર નિમૉણ કરવાનો સંકલ્પ કર્યો અને તા. ૧૧/૦૧/૧૯૮૯ના શુભ દિને આ સંકલ્પ સાકાર કરવાના હેતુથી શ્રી સ્વા. મંદિર-કલાકુંજનુ ખાતમુહર્ત સંપ્રદાયના વડીલ સંતોના વરદહસ્તે કર્યું. અને ટેકનોલોજીના અભાવયુક્ત આ સમયમાં પણ માત્ર ૧૦ વષૅના ટૂંકા ગાળાને અંતે ઘનશ્યામ મહારાજની અનહદ કૃપાથી અને પુ.ગુરુજીના સુઝબુઝથી સુરત શહેરનું સૌપ્રથમ RCC થી નિર્મિત રથાકાર મંદિર નું નિર્માણ કર્યું. અને તા ૨૩/૦૪/૧૯૯૯ ને વૈશાખ સુદ -૮ ના મંગલ દિવસે મંદિરના ગર્ભગૃહના મધ્ય ખંડમાં પ્રાણ પ્યારા ઘનશ્યામ મહારાજ, તથા ઘનશ્યામ મહારાજ ની ડાબી બાજુ શ્રી રણછોડરાયજી, શ્રી નારાયણ અને શ્રી લક્ષ્મીજી અને ઘનશ્યામ મહારાજ ની જમણી બાજુ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ અને શ્રી રાધિકાજીની મૂર્તિઓની વેદોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ ઉપરાંત મંદિર ના પ્રવેશ માં ડાબી બાજુ હનુમાનજી મહારાજ અને જમણી બાજુ ગણપતિજી પધરાવવામાં આવ્યા છે. અને આજે આ ભવ્ય કલા કોતરણી યુક્ત અને R.C.C સ્ટ્રક્ચરથી નિર્માણ પામેલ શ્રી સ્વામિનારાયણ મંદિર-કલાકુંજ આખા સુરત શહેરના એક નજરાણા સમાન છે.

કલાકુંજ મંદિરની વિશેષતાઓ

૮૫૦૦ ચોરસ વાર વિસ્તાર માં વિસ્તરણ પામેલ મંદિર પરિસર

✺ ૨૫ ફૂટના વ્યાસ વાળા મંદિરના ગર્ભગૃહ નો ડોમ

✺ ૭૫ ફૂટ જેટલી ઉંચાઇ ધરાવતું મંદિર

✺ રથ આખરે નિર્માણ પામેલું મંદિર

✺ સુરત શહેર માં સૌપ્રથમ RCC માં નિર્માણ પામેલ મંદિર

⦿ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજની સ્થાપત્ય કલાની માહિતી :

મંદિરનો આકાર : રથાકાર

મોટા શિખર : ૩

સ્તંભ : ૭૧

મોટા કળશ : ૭

પરમહંસોની મૂર્તિઓ : ૧૦૨

ઋષિમુનિઓ : ૧૬

હાથી કાષ્ટ : ૮

હંસ : ૨૦

મોર(કાષ્ટના) : ૨૨

પોપટ : ૪

કેરી : ૧૮

દરવાજા : ૫

તિલક : ૧૩૧૯

કાંગરા : ૪૭૬

ધ્વજદંડ : ૩

સિંહાસન : ૫

માણકી : ૨

ઘુમ્મટ : ૪

નાના શિખર : ૮૪

કમાન : ૪૨

પ્રદક્ષિણામાં બાકડાં : ૩

પાર્ષદો : ૨૨

હાથી : ૩૦૩

સિંહ : ૪

મોર : ૪૮૬

વેલ : ૧૫૨

કમળ : ૭૮

બારી : ૮૦

નાની થાંભલી : ૫૫૧

દિક્પાળ : ૮

દાદર : ૭

મહારાજના મુખ : ૬

મૂર્તિ : ૯

શ્રી સ્વા. મંદિર કલાકુંજમાં થતા કાર્યો

⦿ ઘનશ્યામ મહારાજની તા:૨૩/૦૪/૧૯૯૯ ને વૈશાખ સુદ -૮ ના મંગલ દિવસે મંદિરના ગર્ભગૃહના મધ્ય ખંડમાં દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેની મંગળા આરતી , શણગાર આરતી , રાજભોગ આરતી, સંધ્યા આરતી, શયન આરતી એમ દિવસમાં ૫ ટાઇમે મંગલમય આરતી થાય છે. આ ઉપરાંત સંપ્રદાયની દિવ્ય પરંપરા અનુસાર દિવસ દરમ્યાન સંતો અને હરિભક્તોના સત્સંગનું પોષણ થાય તેવા ઉમદા હેતુથી ૫ સમયે કથાઓ થાય છે.

 

⦿ શ્રી સ્વા. મંદિર કલાકુંજમાં પુ.ગુરુજી ના ૨૮ જેટલા ત્યાગી શિષ્યો આજ્ઞામાં રહીને સત્સંગ અને સેવા કાર્યોની પ્રવૃત્તિ કરાવે છે.

 

⦿ પૂ.ગુરૂજીએ બાળકોથી લઈને વડીલોમાં ભગવાન સ્વામિનારાયણ ની વિશેષ ઓળખાણ થાય અને એક આદર્શ નાગરિકનું નિર્માણ થાય તેવા ઉચ્ચ આશયથી શિશુસભા, બાળસભા, બાલિકા સભા, કિશોરસભા, યુવાસભા, યુવતી સભા, સત્સંગસભા, મહિલા સભા, આત્મિયસભા, જેવી અઠવાડિક સભાઓ ની સ્થાપના કરી.

 

⦿ શ્રી સ્વા. મંદિર કલાકુંજના પરિસરમાં શ્રી સહજાનંદ થાળ ભેટ ઓફિસ,શ્રી સહજાનંદ સાહિત્ય કેન્દ્ર, હરિજીવન સંતઆશ્રમ, શ્રીજી દર્શન પોલીકલીનીક, ઘનશ્યામ ભોજનાલય, ઘનશ્યામ લાઇબ્રેરી, ઘનશ્યામ ભુવન(અતિથિ ભુવન), ઓફિસ જેવા સ્થાનોનો સમાવેશ થાય છે.

 

⦿ જન સેવા એ પણ પ્રભુ સેવાના ન્યાયે પૂ. ગુરુજી ના વરદ હસ્તે તા:૨૧/૧/૨૦૦૧ ને રવિવાર ના રોજ શ્રીજી દર્શન પોલિકલીનિક દવાખાનાની સ્થાપના કરી જેમાં અનેક દર્દીઓ આવી ને ખુબજ નજીવી કીમતે કોઈ પણ બીમારીનો ઈલાજ કરાવે છે.

 

⦿ શ્રી સ્વા. મંદિરમાં દીવાળી,અન્નકૂટ ઉત્સવ, જોળી પર્વ, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, રામનવમી, હરિજયંતી, શરદોત્સવ, ગણપતિ પૂજન, હનુમાનજી પૂજન, રક્ષાબંધન,નવરાત્રી વિગેરે જેવા અનેક ધાર્મિક તહેવારો અને ૧૫ મી ઓગસ્ટ, ૨૬ મી જાન્યુઆરી વિગેરે જેવા રાષ્ટ્રીય તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે.

 

⦿ શ્રી સ્વા. મંદિર દ્વારા વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ કાર્યક્ર્મો, બ્લડ ડોનેશન કેમ્પ, ધાબળા અને ચંપલ વિતરણ વિગેરે જેવી પણ અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે.

 

⦿ પૂ. ગુરૂજીની પ્રેરણાથી અનેક વિદ્યાર્થીઓને આધ્યાત્મિક સંસ્કાર સાથે અદ્યતન શિક્ષણ આપવાના ઉદ્દેશથી વાલક પાટિયા, લસકાણા પાસે એક અંગ્રેજી માધ્યમ શ્રી સ્વામિનારાયણ મિશન નામક શૈક્ષણીક સંસ્થાની સ્થાપના કરી જેમાં આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.

 

⦿ આ ઉપરાંત પ.પૂ.સદ.શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી, જ્યાં શ્રીજી મહારાજ ને ગાદી સોંપી હતી તેવા ગાદીસ્થાન જેતપુર ધામ, સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય સ્થાન-ફરેણી અને આ ઉપરાંત વડતાલ તાબાનું મધ્યપ્રદેશ રાજ્યનું ઈન્દોર વિગેરે મંદિરોના મહંત પદે રહીને સત્સંગની ખુબ સારી સેવા કરે છે.

 

⦿ આ ઉપરાંત પૂ.ગુરુજી વિદેશની ધરતી ઉપર પણ એક ચુસ્ત સત્સંગી અને સુદ્રઢ સમાજ નિર્માણ થાય તેવા હેતુથી વડતાલ તાબાનું આફ્રિકા દેશમાં નૂતન અને ભવ્ય શિખરબંધ મંદિર નિર્માણ કરી તેના મહંત પદે રહી સત્સંગનું પોષણ કરે છે.

 

⦿ સંપ્રદાયની રાજધાની ગણાય એવા વડતાલ ધામ ના પણ સંવત ૨૦૬૬ ને જેઠ વદ આઠમ ને તા.૦૫/૦૭/૨૦૧૦ ને સોમવારે આપણા સૌ કોઈના ગુરુ સ્થાને છે એવા પ.પૂ. સદ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી કોઠારી બન્યા અને ત્યાં પણ પ્રગટ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોની ખૂબ ખંત પૂર્વક સેવા કરી અને પોતાના લાડીલા અને પ્રથમ શિષ્ય એવા પૂ. દેવપ્રકાશ દાસજી સ્વામીને તે ધામની સેવા અને વિકાસ કરવાના શુભ હેતુથી સોંપી દીધા.

 

⦿ પૂ. ભીખા ભગતજી ની ઈચ્છાથી પૂ. ગુરુજી ભગતજી પરિવાર ના અનેક ગામડાઓના સત્સંગ રૂપી બાગનું સિંચન કરે છે.

 

⦿ શ્રી. સ્વા. મહિલા મંદિર કલાકુંજનુ નિર્માણ પણ પૂ.ગુરુજી ની પ્રેરણાથી થયું છે. તેમાં સાં.યો.શ્રી લીલા બહેન મંડળ સાથે રહી હજારો બહેનોનું આધ્યાત્મિક ઘડતર કરે છે.